તો મોજ છે
તો મોજ છે


રોજ જાગી જાત ફંફોસી શકો તો મોજ છે,
એમ જાતે જાતને કોસી શકો તો મોજ છે.
પાંચશેરી હોય ભૂંડી, તેમની વચ્ચે ફરી,
ત્યાં વિચારો આપણા ઠોસી શકો તો મોજ છે.
સ્થાન રાખે ભાગ્યમાં પ્રભુજી વિચારી આપણું,
એમ માની જિંદગી પોસી શકો તો મોજ છે.
સોણલાં ભીનાં ભલેને આવતાં હો રાતમાં,
તેમનાયે નીરને શોષી શકો તો મોજ છે.
આકરાં ચાહે ચઢાણો હોય 'સાગર' રાહમાં,
તોય પથ્થરમાંય પગ ખોસી શકો તો મોજ છે.