તને મેં ઝંખી છે
તને મેં ઝંખી છે
એકમાત્ર પ્રેમ તું મારો સતત તને મેં ઝંખી છે,
પ્રેમસંબંધનો સ્ટેમ્પ તું મારો સતત તને મેં ઝંખી છે,
અંધારી ગલીઓમાં ઉજાસ તરીકે તને મેં ઝંખી છે,
ઠરેલી આગમાં તિખારો બનેલી તને મેં ઝંખી છે,
હાલબેહાલ હોય ત્યારે ખુશહાલ તને મેં ઝંખી છે,
ઉદાસીની ગર્તામાં ખુશખુશાલ તને મેં ઝંખી છે,
અફાટ રણમાં મીઠી વીરડી સમ તને મેં ઝંખી છે,
બળબળતી બપોરે ઠંડી લહેરખી સમ તને મેં ઝંખી છે,
ચાસ બનીને આવ ઉબડખાબડ જિંદગીમાં મારી
તને મેં ઝંખી છે, વર્ષાની હેલી બની આવ કારમાં દુષ્કાળે તને મેં ઝંખી છે,
આવ ઝંઝાવાત બનીને જિંદગીમાં મારી તને મેં ઝંખી છે,
ના આવ ઝલક બનીને કિરદાર બનીને આવ તને મેં ઝંખી છે.

