તને ક્યાં ખબર છે
તને ક્યાં ખબર છે
રહી ગયો અધૂરો હું તારા વગર તને ક્યાં ખબર છે.
સમાઈ ગયો તારામાં તને ક્યાં ખબર છે,
રહી ગયો અધૂરો હું તારા વગર તને ક્યાં ખબર છે.
ફરું છું શોધતો તને જ તારા દિલની ફળિયામાં તને ક્યાં ખબર છે.
બેઠો છું તારા જ નેણનાં કાંઠે તને નિહાળવા તને ક્યાં ખબર છે.
રહી ગયો અધૂરો હું તારા વગર તને ક્યાં ખબર છે.
ખોવાયો છું તારા જ ગાલનાં ખાડાઓમાં તને શોધવા તને ક્યાં ખબર છે,
જોતો રહ્યો તારા મુખ ના સ્મિતનો દરિયો બની ને અજનબી તને ક્યાં ખબર છે,
રહી ગયો અધૂરો હું તારા વગર તને ક્યાં ખબર છે.
બની રહ્યો તારી જ દરેક ખુશીનું કારણ તને ક્યાં ખબર છે.