હસતું રમતું રમકડું મારું
હસતું રમતું રમકડું મારું
હસતું રમતું રમકડું મારું ખીલતું ફૂલતું બકૂડું મારું
નાના હાથ ને નાની આંખ જરણા સરખા એના વાળ,
નાનું મારું રમકડું હાલતું ફૂલતું રમકડું મારું
દોડે કૂદે ને ડોલતું મારું રમકડું રેલાવે સ્મિતનાં દરિયા,
હસતું રમતું રમકડું મારું કૂદતું દોડતું રમકડું મારું
વરસાદી વાદલડી ઝબુક્તી ને વીજળી ના ચમકારા થાય,
મારું રમકડું રેલાવે જર્ણા સરીખા સ્મિત ને સમુંદર સરીખી ખુશી
હસતું રમતું રમકડું મારું કૂદતું દોડતું રમકડું મારું
ભમ ભમ કૂદે ને ઢીમ ઢીમ નાચે વાધે ઢોલ નગારા ને મારું રમકડું બોલે મીઠડું
હસતું રમતું રમકડું મારું કૂદતું દોડતું રમકડું મારું।
