તને કેમ કહું
તને કેમ કહું
ઉમરનો ખેલ, યુવાનીનાં અભરખાં,
ઘડપણમાં થાય પૂરા, વાહ !
તને કેમ કહું ?
જેને પ્રેમ શિખવાડ્યો હતો હવે,
એ એમાં મને નચાવતા શીખી,
તને કેમ કહું ?
ફેસબુક, વોટ્સએપ પર,
રોજ નવું ફૂલ ફૂલ બનાવવા તૈયાર,
તને કેમ કહું ?
જ્યારે લાગ્યું કે સેટ થઈ ગયો,
ત્યારે જ તેં અપસેટ કરી દીધો,
તને કેમ કહું ?
જે સમયે છેડવાનું કરું બંધ,
સમજી લેજે છૂટ્યો તારો સાથ,
તને કેમ કહું ?

