તન સ્વસ્થ તો મન સ્વસ્થ
તન સ્વસ્થ તો મન સ્વસ્થ
સારો આહાર જ છે શરીરનું દર્પણ
તંદુરસ્ત શરીર જ છે મનનું દર્પણ,
ન લેવો કદી ખોટો આહાર
જેને પચાવવો છે ઘણો અઘરો,
ન રાખ્યો જો જીવનમાં કદી સંયમ
તો દેહની શુદ્ધતા જાળવવી પડશે અઘરી,
ભોજનમાં હશે જો થોડી અધૂરપ
તો જીવતરમાં જરૂરથી આવશે મધુરપ,
જો હશે તમારું શરીર સ્વસ્થ
તો મન અને મસ્તિષ્ક સદાય રહેશે ખુશ,
મળ્યો છે સદનસીબે આ આયખું
ન બનાવો તેને કમનસીબ.
