STORYMIRROR

Jashubhai Patel

Romance

3  

Jashubhai Patel

Romance

તમને યાદ કર્યા

તમને યાદ કર્યા

1 min
28.2K


સૂની પાળે પાળે તમને યાદ કર્યા,

સૂકી ડાળે ડાળે તમને યાદ કર્યા.


એકલતા લાગી ચૂભવા જ્યારે અમને,

હર એક ક્ષણે ક્ષણે તમને યાદ કર્યા.


જૂની યાદોનાં નગરમાં ફરતાં ફરતાં,

તેની ગલીએ ગલીએ તમને યાદ કર્યા.


રડતા હૈયાને મનાવવા કોશીશ કરી ત્યારે,

આંસુનાં તોરણે તોરણે તમને યાદ કર્યા.


હવે તો યાદો બની છે સહારો 'જશ' ,

વેદનાની ધારે ધારે તમને યાદ કર્યા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance