તમે છો
તમે છો


નજરમાં તમે છો,
નયનમાં તમે છો,
સુમનમાં છે ખુશ્બુ,
ચમનમાં તમે છો.
ઝળહળાટ ઝગમગ,
ભવનમાં તમે છો,
છે શ્વાસો સુગંધી,
પવનમાં તમે છો.
સપન પણ તમારાં,
શયનમાં તમે છો,
જો વરસો તો માનું,
ગગનમાં તમે છો.
ગઝલ ગીત કવિતા
કવનમાં તમે છો
નજરમાં તમે છો,
નયનમાં તમે છો.