STORYMIRROR

BHAVESH BAMBHANIYA

Inspirational Others

4  

BHAVESH BAMBHANIYA

Inspirational Others

તમારી જ પાસ છું

તમારી જ પાસ છું

1 min
237

રઘવાયા થાવ નહીં હું સતત તમારી જ પાસ છું, 

અલૌકિક રૂપ ધારી હું આપની જ સાથ છું. 


મૂલ્યો વિસારી મોહના મેં પર લોકને પામ્યો છે, 

આંખ મીંચીને નીરખી જુઓ હું આજ પણ હૈયાત છું. 


મૃત્યુ માત્ર દેહનું જ થયું છે, 

આત્મા સ્વરૂપ તો આપની સંગાથ છું. 


લાગણીથી સમરજો સ્મરણો વાગોળી, 

અવાક સાંભળતો હર પળ અથાક છું. 


નહીં રહી શકું હવે સદેહે આપને સંગાતે, 

અગનમાં હોમાવમાં હું આજ પણ યાદ છું. 


ખારા મોતીઓ વરસાવ્યા વગર મને યાદ કરો તમે, 

હસતી હર ક્ષણોમાં આપની જ સાથ છું. 


આટલી જ સુસારથી સંગત હશે આપની ને મ્હારી, 

ભુલશો નહીં સ્મરણો થકી હમ્મેશ આપની આસપાસ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational