તમાકુ
તમાકુ
મિત્રતા નિભાવવામાં એટલાં એક્કા,
છોડાવી દઈએ ભલભલાનાં છક્કા,
લાગો મહારાજા ફૂંકો જયારે હુક્કા,
બોલાવી દઉં બાદશાહનાં પણ ભુક્કા.
એક વાર બાંધો જો દોસ્તી અમારી,
આવીયે છેક જોવાં ઠાઠડી તમારી,
લાગવાં ન દઉં તમને કોઈની નજર,
પીવો બીડી ખાવ તમાકુ સૂંઘો બજર.
ત્રાંસુ બાંગુ કરી દઉં જડબું ને ડાચું,
જિંદગીની રફતારને કાપું કાચું,
ક્ષય કરીયે ફેફસાં દાંત ને ગળું,
કેન્સર હોસ્પિટલે તો હું રોજ મળું.
મિત્રતા નિભાવવામાં એટલાં એક્કા,
ભરયુવાનીમાં ઉડાડી દઉં ફરફર ચક્કા,
લાગો મહારાજા ફૂંકો જયારે હુક્કા,
બોલાવી દઉં બાદશાહનાં પણ ભુક્કા.
