તકનો ઉપયોગ કરી લે
તકનો ઉપયોગ કરી લે
તકલીફ તો આવે દરેકના જીવનમાં,
કોઈ જુએ જીવનમાં તકલીફ,
તો કોઈ તકલીફમાં તક,
તક સર્જે માનવીનું સારું લક,
કોઈ પથ્થર જોઈને રસ્તો બદલે,
તો કોઈ પથ્થરમાંથી મૂરત સર્જે,
મળ્યું છે મન બધા ને,
પણ કોઈ ફૂલમાં કાંટા જુએ,
તો કોઈ કાંટામાં ફૂલ,
મળ્યું છે હૃદય બધા ને,
પણ કોઈ વાવે પ્રેમના બીજ,
તો કોઈ નફરતની ખેતી કરે,
જે વાવે એવું જ લણે,
કોઈ કેડી કંડારી જાય તો,
કોઈ સફળતાના રસ્તામાં અડચણ બની જાય,
આપી છે લાગણી બધા ને,
પણ કોઈ બીજા માટે જીવી જાય,
કોઈ બીજાનું જીવન ઝેર જેવું બનાવી જાય,
અંતે તો કર્મનાં ફળ પ્રમાણે સારું નરસું જીવન બની જાય,
આપ્યું જીવન સૌને એક સરખું,
કોઈ કૂંડાનો છોડ બનીને રહી જાય
તો કોઈ ઘેઘૂર આંબાનું વૃક્ષ બની,
મધ મીઠા ફળો દઈ જાય,
જેવી જેની વિચારસરણી એવું એનું જીવન,
મળી છે તક તને હે માનવ !
તો સિકંદર બની જીવી જા,
લોકોના દિલમાં રાજ કરી જા.
