STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તકનો લાભ લઈ લે

તકનો લાભ લઈ લે

1 min
284

મળી છે તક તો ચાલી નીકળ,

રસ્તો ભલે કાંટાળો હોય તોય ચાલી નીકળ,

આજે નહિ તો કાલે મળશે,

પણ મંઝિલ તને જરૂર મળશે,


તું આશા ની જ્યોત જલાવી રાખ,

અમાસ પણ પૂર્ણિમા બની જશે,

મૃગ જળ પાછળ દોડવાનું છોડી દે,

સાચી તકનો લાભ લે,

તો રણમાં પણ ઝરણું ફૂટી નીકળશે

ભલે બેસુરુ બન્યું તારું જીવન સંગીત,

પ્રયાસો કર્યે જા,

પથ્થરમાં પણ સંગીત સ્ફુરી જશે

બસ આસ્થાની જ્યોત તું જલતી રાખજે,


ભલે દોડી શકવા સમર્થ નથી તું,

તોય તું ચાલી નીકળ,

મંઝિલ ઊભી છે ફૂલોનો હાર લઈ તને સત્કારવા,

રસ્તે આવતા ઝાડી ઝાંખરા ને પથ્થરોને દૂર કર,

લોકો માટે નવી કેડી કંડાર,

તારી મંઝિલ તને મળી જ જશે,

બસ દુઆઓને આમ સાથે રાખ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational