તકેદારીથી જ ટકીશું !
તકેદારીથી જ ટકીશું !
છે મહામારી અહીં ખબર છે સહુને,
એના વિશે એટલે તો જણાવું સહુને,
બને તો રહેવું ઘર મહીં જ સહુએ,
બિનજરૂરી ભેગા ન કરવા સહુને,
પરિવારમાંની એક વ્યક્તિ જ કરશે,
એને ખરીદીના કામ પૂછવા સહુને,
હાથે સેનેટાઈઝર 'ને મુખે માસ્ક રાખો,
દૂરથી જ અભિવાદન કરો સહુને,
જો રહેશું સાવચેત 'મારૂતિ' આપણે,
તો એક દિન ગળે મળશું જ સહુને.
