Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational Others

4  

Falguni Rathod

Inspirational Others

થવાના

થવાના

1 min
420

અક્ષર વગરના કોરા કાગળ કાં થવાના...?

મળ્યા છે આ બે ચાર પાના એમાં લખી જવાના !

શબ્દે શબ્દે ફરીને જોને પાના ઊડી જવાના,

હું ક્યાં કહું કે એ શબ્દો અબોલા રહી કે'વાના !

અત્તરની સુવાસથી લખતા થઈ જવાના,

જીવતરની કોરી સ્લેટે જો મહેકી રે'વાના !

આંખોના હર ખૂણે સર્જન નવું કરવાના,

ભલે આખરની વાતને હૈયે ભરી જવાના !

શબ્દોના આ બંધનોમાં બંધાતા થઈ જવાના,

ભૂલીને જમાનાને જો એના દિવાના થવાના !

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational