STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance

થઈ બેઠી

થઈ બેઠી

1 min
405

મોસમની ઉમંગ રંગ થઈ બેઠી,

દિલની તરંગ સંબંધ લઈ બેઠી,


લાગણી તારી દીવાલ થઈ બેઠી,

દિલને બદલે તું કાન લઈ બેઠી,


સંબંધનો સાર વાત લઈ બેઠી,

તું જડ દીવાલ કાન લઈ બેઠી,


વાત છુપી, ચર્ચા જાહેર થઈ બેઠી,

કોને કહ્યું વાત છાની, છાની થઈ બેઠી,


દિવાલ કાચી કે પાકી તિરાડ લઈ બેઠી,

જીભથી વહી વાત કદી છાની થઈ બેઠી,


મહેલની જગ્યાએ તું દિવાલ થઈ બેઠી,

"રાહી" એ દિલ ઉપર કાન લઈ બેઠી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance