તહેવાર જેવું લાગે
તહેવાર જેવું લાગે
જો તમે અમથું થોડુક મલકો
તો તહેવાર જેવું લાગે,
જો તમે સજો શણગાર,
તો પાનખરમાં પણ શ્રૃંગાર જેવું લાગે,
તમારી પ્રશંસામાં અઢળક ગઝલો સર્જી,
પણ તમે વાચો તો સ્વીકાર જેવું લાગે,
આમ તો મૌસમ ખીલી છે પૂરબહારમાં,
જો તમે થોડુક મલકો તો અવસર જેવું લાગે,
આ ઝરણા ખળખળ વહી રહ્યા છે,
જો તમે રણકાવો કંગન તો રણકાર જેવું લાગે,
આમ તો ખુશ છું ખૂબ હું તમારા આગમને,
સાથ આપો તો ખુશીઓની વણઝાર જેવું લાગે,
આમ તો તમે દિલથી બની જ ગયા છો મારા,
પણ નજરથી મિલાવો નજર તો હકદાર જેવું લાગે,
જો તમે અમથું થોડુક મલકો, તો તહેવાર જેવું લાગે.

