થાય વામન રક્તનાં સંબંધ
થાય વામન રક્તનાં સંબંધ
ટાળતો સંકટ મળેલા ઢાલ ને તલવાર થઈ,
ના ગણે એ રાત દિન તારતો કિરતાર થઈ,
મિત્ર જાણું હું ખજાનો, બનતો દવા હર રોગની,
કષ્ટ કાપી, હામ આંજે ! આવતો દરકાર થઈ,
સ્વાર્થનું સગપણ નથી એ, છે ખરો પારસમણિ,
ઢાંકતો ના દોષ મારા, ગાળતો અવતાર થઈ,
થાય વામન રક્તનાં સંબંધ, દોસ્તી તો દુઆ,
જાય સમજી મન મરેલું, દોડતો અસવાર થઈ,
શું કરે વર્ણન હવે 'શ્રી', છટકી જતાં શબ્દો સકલ,
છાંયડી શીતળ બની, મલકાવતો મુસ્કાન થઈ.
