STORYMIRROR

urvashi trivedi

Inspirational

4  

urvashi trivedi

Inspirational

થાય છે

થાય છે

1 min
357

કર્મોની બીક ક્યાંક તો છે મનમાં,

તેથી ગંગાકિનારે ભીડ એકઠી થાય છે,

ઉગતા સૂર્ય સામે આંખ પણ નથી ઉઘડતી,

ડૂબતા સૂર્યને જોવા ટોળા જમા થાય છે.


એક નાનો અમથો ઘા શું લાગ્યો જીવનમાં,

ખોતરવા માખીઓ એકઠી થાય છે,

ઝરણાંનું ખળખળ વહેતું સૂરીલું સંગીત,

પથ્થર સાથે અફડાવાથી તાલબદ્ધ થાય છે.


શ્વાસોના સરવાળામાંથી ઉંમરની બાદબાકી કરીએ,

તો હિસાબ સરભર થાય છે,

જેની ઇચ્છાઓ સૂર્યોદય થતાં જ બેઠી થાય,

આથમતી નથી, તેની ઉંમરનો રોજ ઉદય થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational