થાક અને આરામ
થાક અને આરામ
થાક લાગે તો આરામ કરી લો
આરામ કરવાથી ઊર્જા મેળવી લો,
કામ કરનારે આરામ પણ કરવો
આરામ પછી સુસ્તી ઊડાડી લો,
સતત કામ કરનાર હોય છે ઘરની નારી
વિના સ્વાર્થ કરતી ઘરની રખેવાળી,
કુટુંબ માટે સર્વસ્વ કરે છે અર્પણ
આરામ કરતી નથી ઘરની નારી,
કામ દુનિયામાં બધા જ કરે છે
સકારાત્મક કામથી ઘર વસે છે,
ટીકા ટિપ્પણીથી દૂર જ રહેજો
થાક લાગે તો થોડો બ્રેક પણ લેવો,
નથી થાકતા ઈશ્વર આપણા
સદાય બ્રહ્માંડ ચલાવતા રહેતા,
આરામ કરવા માટે બનાવી છે રાત્રી
દિવસભરના કામ પછી આરામ માટે રાત્રી.
