તે દોસ્તી
તે દોસ્તી
આંખોને મલકાવે તે દોસ્તી
આંખોને છલકાવે તે પ્રેમ,
હૃદયને ધબકાવે તે દોસ્તી
હૃદયને રડાવે તે પ્રેમ,
જીવનનો શણગાર તે દોસ્તી
જીવનનો પડકાર તે પ્રેમ,
સાથે ચાલવું તે દોસ્તી
હાથ પકડીને મ્હાલવું તે પ્રેમ,
મનને મલકાવે તે દોસ્તી
મનને રડાવે તે પ્રેમ,
સુખ દુઃખનો છાંયો તે દોસ્તી
દુઃખનો પડછાયો તે પ્રેમ,
ભૂલોને ભૂલવી તે દોસ્તી
ભૂલો વાગોળવી તે પ્રેમ,
આંસુનો સહારો તે દોસ્તી
આંસુનો કિનારો તે પ્રેમ,
માટે કનક કહે છે આજ
દોસ્તીની રાખજો તમે લાજ.