તે આવશે તો માફી માંગી લઈશ
તે આવશે તો માફી માંગી લઈશ
કાંઈ એવી જિદ્દી થઈને તો નથી બેઠો
તે આવશે તો માફી માંગી લઈશ,
કાંઈ એવો ગુસ્સો લઈને નથી બેઠો
તે આવશે તો સમજાવી દઈશ,
કાંઈ એવો જૂઠાનો સરદાર થઈને નથી બેઠો
તે આવશે તો સાચે સાચું બધું કહી દઈશ,
કાંઈ એવો નફરત તો લઈને નથી બેઠો
તે આવશે તો પાછી જિંદગીની નવી શરૂઆત કરી લઈશ,
કાંઈ એવો ગાંડો ઘેલો થઈને તો નથી બેઠો
તે આવશે તો થોડી સભ્યતાથી વર્તી લઈશ,
કાંઈ એવો કાચનો ટુકડો થઈને તો નથી બેઠો
તે આવશે તો એક અરીસો બની રહીશ,
કાંઈ એવું મન ચંચળ લઈને નથી બેઠો
કે આવશે તો અંતે વચનથી ફરી જઈશ ,
કાંઈ એવો અસમજદાર થઈને તો નથી બેઠો
તે આવશે તો બધી જૂની વાતો દાબી દઈશ,
કાંઈ એવી જિદ્દી થઈને તો નથી બેઠો
તે આવશે તો માફી માંગી લઈશ.

