STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Inspirational

4  

Ajay Parker ' ભાવિ '

Inspirational

તબીબ

તબીબ

1 min
311

વૈદ્ય, તબીબ, હકીમ ઝુઝવાં નામ તારાં;

સઘળે રૂપે તું રહે કેટલાં મુકામ તારાં.


ચરકની સંહિતા વળી, વેદ,ઉપનિષદ બધા;

કદી સંજીવની બુટ્ટીજેવાં કેટલાં હથિયાર તારાં;


સ્વર્ગમહીં નિવાસ કરે દેવ, ગાંધર્વો;

વસુંધરા પર નવજીવન દઈ કરે કામ સારાં.


દુઃખ હરવાની ફરજ કેટલી કઠિન!

દુઃખિયાં સમય બંધ તોડીને દ્વાર શોધતાં તારાં.


મળી જવાબદારી ખાંડાની ધાર જેવી;

ધન,વૈભવ મૂકજે કોરાણે, સૌ વાના થાશે સારાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational