STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારો પ્રેમ

તારો પ્રેમ

1 min
200

રજનીનાં અસ્ત પછી ઊગતી ઉષાની,

પહેલી કિરણ જેવો છે,

તારો પ્રેમ,


કાદવમાં ઊગી નીકળેલા,

કમળ જેવો કિંમતી છે

તારો પ્રેમ,


ગુલાબના બગીચે પ્રસરતી,

મહેક જેવો છે,

તારો પ્રેમ,


વરસાદની નટખટ બુંદો જેવો,

હૈયાની ધરતીને હરિયાળો બનાવતો,

અણમોલ છે,

તારો પ્રેમ,


ધ્યેય પ્રાપ્તિની ખુશી જેવો,

ઉમંગ ઉલ્લાસ વધારતો,

તારો પ્રેમ,


જીવનમાં જીવવાનું કારણ આપતો,

તારો પ્રેમ,

હૈયે ધબકાર બને ધબકે તારો પ્રેમ,

શ્વાસ બની મહેકે,

તારો પ્રેમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance