STORYMIRROR

Katariya Priyanka

Romance

4  

Katariya Priyanka

Romance

તારો મારો પ્રેમ

તારો મારો પ્રેમ

1 min
370

વ્હાલમજી ! એવા તે શીદને થાઓ કઠોર,

તારા અબોલાથી ઉદભવે મનમાં વંટોળ,


તારા વિના બેચેનીની હદ એવી વધતી,

જાણે મધદરિયે આવી હો અમાસની ભરતી,


કાજળઘેરી આંખોમાં બેઠું છે માવઠું,

આમ નિર્દય બની મને ન તડપાવ તું,


માની જા ! હવે તો અબોલા છોડી દે !

આવી જા ! પ્રેમથી ગળે લગાવી લે !


સાંભળ ! દિવસો ભલેને ઘટતાં રહે,

તારો મારો પ્રેમ પળે પળ વધતો જ રહે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance