STORYMIRROR

Kalpesh Vyas

Inspirational Others

4  

Kalpesh Vyas

Inspirational Others

તારો હાથ આપ તું

તારો હાથ આપ તું

1 min
321

હે ઈશ્વર, તારો મને હાથ આપ તું,

હવે છેલ્લે પગથિયે પહોચી ગયો છું. 


પહેલું પગથિયું જ્યારે ચડવા ગયો હું, 

લપસી પડ્યો ત્યારે બચાવી લેનાર તું.


સફળતાના પગથિયા ચડતો ગયો હું, 

તને જ હું ધ્યાનમાં રાખતો ગયો છું. 


આત્મવિશ્વાસ જ્યારે મારો વધી ગયો,

અહંભાવ થકી જ તને ભુલતો ગયો છું.


દરેક પગથિયે આજુબાજું કોઈ હતું, 

પણ ઊંચાઈ પર હવે સાવ એકલો જ છું.


પગથિયા ચડીને હવે થાકી ગયો છું, 

હે ઈશ્વર તારો મને હાથ આપ તું. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational