STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational Children

3  

Kaushik Dave

Fantasy Inspirational Children

તારી શેરીની રમત

તારી શેરીની રમત

1 min
201

રમત રમે ગમ્મત કરે, 

તારી શેરીમાં કેવી રમત રમે ?


યાદ આવે બાળપણની એ રમત,

રમત રમતા ઝઘડી પડે,


રમત રમે ગમ્મત કરે,

તારી શેરીમાં કેવી રમત રમે ?


ચોર સિપાહીની એવી રમત,

તું બને ચોરને, હું બનું સિપાહી,


રમત રમે ને ગમ્મત કરે,

તારી શેરીમાં કેવી રમત રમે ?


તું તારી શેરીમાં સંતાઈ જતો,

પીપડા પાછળ છૂપાઈ જતો,


શોધતા શોધતા થાકી જતો,

આખરે સિપાહી બનીને પકડી લેતો,


એવી રમતોમાં ગમ્મત થાતી,

પકડા પકડીની મજા પડતી,


રમત રમે ગમ્મત કરે,

તારી શેરીમાં કેવી રમત રમે ?


આજ તું બન્યો પોલીસ જમાદાર,

હું કાળા કોટમાં જાઉં અદાલત,


ચોરને તું પકડે ને,

હું સજા અપાવું,


તારી શેરીની રમતને,

સિરિયસ બનાવું !


રમત રમે ગમ્મત કરે,

તારી શેરીમાં કેવી રમત રમે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy