તારી મારી દોસ્તી
તારી મારી દોસ્તી
દરિયાની ગહેરાઈ જેવી
દિલમાં ઊંડી ઉતરી ગઈ, સપાટી પર કદી ન આવે,
તારી મારી દોસ્તી,
આકાશની જેમ ઝગમગતી,
દિલમાં હમેંશા પ્રકાશતી, આગિયા જેમ નહિ ઝબુકતી,
તારી મારી દોસ્તી,
પાણીનાં પ્રવાહ જેમ ધસમસતી આવે,
દિલમાં પ્રેમનો પ્રવાહ વહાવે, હું છું નો પ્રચંડ નાદ કરતી,
તારી મારી દોસ્તી,
પર્વતનાં ઉચ્ચ ગિરિશીખર જેવી,
દિલમાં ઉચ્ચ સ્થાન વિરાજતી, કોઈ ન આંબી શકે,
તારી મારી દોસ્તી,
ઝરણાંનાં અવિરત ધોધ જેવી,
દિલમાં લાગણીનો ધોધ વ્હાવે, લાગણીના મેળા લાવે,
તારી મારી દોસ્તી,
સારસ બેલડી સરખી જેવી,
દિલમાં યાદ કરેને અનુભૂતિ થાય, એકબીજા માટે ઝુરે,
તારી મારી દોસ્તી,
કૃષ્ણ સુદામા જેવી,
દિલનાં રાજપાટ લૂંટાવે, દિલથી તું અને હું અમીર,
તારી મારી દોસ્તી,
તારા અને મારા જેવી,
દિલમાં મારાં "તું" ને તારામાં" હું", તું અને હું ની પર્યાય,
આપણી દોસ્તી,
