STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારી ચાહતની જાદુઈ અસર

તારી ચાહતની જાદુઈ અસર

1 min
185

તારી ચાહતની એવી જાદુઈ અસર થઈ હશે,

એટલે જ નજરોથી પ્રેમની શરૂઆત થઈ હશે,


વાત વાતમાં એવી વાત થઈ હશે !

શબ્દોમાં જ પ્રેમની રજૂઆત થઈ હશે,


હૈયે ઝંખના ઊગી હશે એક પ્રેમ પામવાની,

અને આપણી એ અનોખી મુલાકાત થઈ હશે,


જોઈ ધરા અને અંબરનો અસીમિત પ્રેમ,

આપણાં હૈયે પણ આપણા પ્રેમની કબૂલાત થઈ હશે,


સાવ મૂલ્યહિન હતા આપણે અલગ અલગ,

સાથે મળીને જ આ જિંદગી ઝવેરાત થઈ હશે !

કુદરત પણ આપણી મુલાકાતોથી ખુશ હશે કદાચ,

એટલે જ આજે રહેમાતોની બરસાત થઈ હશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance