STORYMIRROR

sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

તારી આંખોથી

તારી આંખોથી

1 min
227

તારી આંખોથી મે આ દુનિયાને જોઈ છે,

રંગોની ઓળખ મે તારા સહારે કરી છે,


તું સાથે મારો બની રહ્યો અવિરત પડછાયો,

આંધી તોફાને હાથ પકડી અડગ રહ્યો છે,


જીવનને જીવવાની તે નવી દ્રષ્ટિ અપાવી,

જીવતરને ઉજાળનાર દીપક બન્યો છે,


જરૂર નથી કોઈ બીજા સહકારની મારે,

તું કુદરતનો ખજાનો બનીને અવતર્યો છે,


અવાજ તારો કાને પડે ને લાગણી જાગે,

મારા આયખાની નવી ઓળખ અપાવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational