તારે દ્વારે આવશે આનંદની ઘડી
તારે દ્વારે આવશે આનંદની ઘડી
તોડી નાખ તારા વિચારોની બેડી,
તો મળી જશે તને આનંદની ઘડી,
બહાર ના શોધ તું ખુશીઓને,
એ તો તારા હૈયામાં જ છે પડી,
કુદરતના સાનિધ્યમાં બેસ તું બે ઘડી,
આ ખુશીઓ તને ઘડીકમાં જશે જડી,
ભૂલી જા દુનિયાની જંજાળને બે ઘડી,
ખુશી આવશે તારી પાસે દોડી દોડી,
જીવી લે તું બીજાને ખાતર બે ઘડી,
ખુશીઓ તને મળવા કરશે પડાપડી,
સ્વાર્થ છોડી નિ:સ્વાર્થ લોકોની સેવા કર,
તારા દ્વારે આવી જશે આનંદની ઘડી,
ભૂખ્યાને અન્ન, તરસ્યાને તું જળ દે,
સાચું સુખ તારા હૃદયને જશે અડી,
બસ ખુશ કરી દે ઉદાસ હૈયાને,
તારા ઇન્તેઝારમાં બહાર છે ખુશી ખડી,
દુઃખિયાનો તું બેલી બની જા જગમાં,
એ જ છે ઈશ્વર સુધી પહોંચવાની કડી,
બસ વહેંચી દે તું લોકોને સુખ,
એની દુઆ દેશે તારી ઉદાસીને ભગાડી.
