તારા વગર
તારા વગર
તારા વગર આ દિલનો દિવસ ઊગતો નથી,
તારા વગર રાજની રાત થતી નથી,
તારા વગર આ ચાંદની ચમકતી નથી,
તારા વગર સમજનો સહકાર મળતો નથી,
તારા વગર પ્રેમનો પડછાયો પડતો નથી,
તારા વગર પુષ્પની પગદંડી જાગતી નથી,
તારા વગર અજવાળાનો અહેસાસ મળતો નથી,
તારા વગર ભાવની ભીનાશ ભાવતી નથી,
તારા વગર પંથની પ્રગતિ થતી નથી,
તારા અમાસનો અનુભવ થયા કરે છે,
તારા વગર જીવનમાં જુસ્સો આવતો નથી.

