STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારા સ્પર્શે કોહિનૂર બની ગઈ

તારા સ્પર્શે કોહિનૂર બની ગઈ

1 min
114

હું શું હતી ને શું થઈ ગઈ !

હતી સાવ કોરી ધરતી ને,

તારા સ્પર્શે હરિયાળી બની ગઈ,


હતી હું તો સાવ કંગાળ,

સાથ મળ્યો તારોને ધનવાન થઈ ગઈ,


હતી હું તો કાચનો ટુકડો,

તારા સંગે હું કોહિનૂર થઈ ગઈ,


હતી હું તો સામાન્ય મેઘબિંદુ,

તારા સ્પર્શે હું મોતી બની ગઈ,


હતી હું તો સામાન્ય પાણીનું બુંદ,

તારા સ્પર્શે હું મેઘધનુષ્ય બની ગઈ,


હતી હું તો એક કોયલો,

તારા સંગે હું મોંઘુ સોનું બની ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance