તારા સંગે ખેડવો જીવનનો પ્રવાસ છે
તારા સંગે ખેડવો જીવનનો પ્રવાસ છે
તું નથી તો જીવનની દરેક રાત અમાસ છે,
તારા સંગે મારા જીવનના ઓરડે ઉજાસ છે.
ફૂલ બની મહેકાવ્યું છે સદા તે મારું જીવન,
મારા દરેક ધબકારે બસ તારી જ સુવાસ છે.
ભલે ને લાખો જોજન દૂર હોય તું મારાથી,
હૈયાના અહેસાસથી તું મારી આસપાસ છે.
સોના ચાંદી હીરા મોતીની કોઈ તમન્ના નથી,
મારે તો તારા સંગે ખેડવો જીવનનો પ્રવાસ છે.
તારી એક ઝલક જોવા માટે તરસે છે મારું હૈયું,
તારી ઝલક વિના લાગે જાણે કર્યો કોઈ ઉપવાસ છે !
તારા વિના જાણે સાવ નાકામ છે જિંદગી !
તને મેળવવો એજ સદા મારો પ્રયાસ છે.

