STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારા સાથ થકી

તારા સાથ થકી

1 min
204

મુશ્કેલ જિંદગી કેટલી સરળ બની ગઈ,

આ તારા સાથ થકી,

ડગરનાં કંટકો પણ પુષ્પો બની ગયા,

તારા સાથ થકી,


સમગ્ર વિશ્વ પણ મારી વિરુદ્ધ હોય તો પણ હું જીતી જાવ,

તારા સાથ થકી,

અજનબીનાં ટોળામાં પણ મારી જાત ને શ્રેષ્ઠ સાબિત કરી શકું,

તારા સાથ થકી,


ઉદાસીને ઓગાળી દઉં છું,

દુઃખમાં પણ મલકાઈ લઉં છું,

તારા સાથ થકી,


દુઃખનાં દરિયાને પણ હસતા હસતા પાર કરી લઉં છું,

તારી પ્રેમની નૈયા થકી કિનારે લાવી દઉં છું,

તારા સાથ થકી,


રણમાં પણ ગુલાબ ખિલાવી લઉં છું,

મૃગજળને પણ ઝરણામાં રૂપાંતરિત કરી લઉં છું,


દુશ્મનને પણ હંફાવી દઉં છું,

પતઝડમાં ફૂલ ખીલાવી લઉં છું,

આંસુઓને પણ અલવિદા કહી દઉં છું,

સફળતાના આકાશમાં ઊડી લઉં છું,

તારા સાથ થકી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance