STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

તારા પ્રત્યેનો પ્રેમ

તારા પ્રત્યેનો પ્રેમ

1 min
137

વહાવતો રહીશ મારા પ્રેમનો પ્રવાહ, તુજ પર હંમેશા વાલમ,

ભલે તું મુજથી દૂર રહે પણ, મારો પ્રેમ પ્રવાહ અટકશે નહીં,


ધડકતું રહેશે મારૂં કોમળ દિલ, તારા માટે હંમેશા વાલમ,

ભલે તું તાલ ન મેળવે પણ, દિલનો ધબકાર બંધ થશે નહીંં,


વરસતી રહેશે મારી લાગણીઓ, તુજ પર હંમેશા વાલમ,

ભલે તું મુજને ભૂલી જાય પણ, તસ્વીર તારી દૂર થશે નહીંં,


રેલાતી રહેશે શ્વાસોની સરગમ, તુજ પર હંમેશા વાલમ,

ભલે તું સૂર ન મેળવે પણ, સરગમ બેસૂરી કદી થશે નહીં,


વગાડતો રહીશ મારી "મુરલી", તારા પ્રેમ માટે હંમેશા વાલમ,

ભલે તું તેની તાન ન સાંભળે પણ, પ્રેમની તાન હું ભૂલીશ નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance