STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારા પ્રેમનો આ કેવો રંગ છે

તારા પ્રેમનો આ કેવો રંગ છે

1 min
199

મન મૂકીને નાચે આજે મારું અંગ અંગ છે,

કેમકે તારા પ્રેમનો મળ્યો મને આજે સંગ છે,


નૃત્ય કરી રહ્યું છે મારું આ મન, મયુર બની,

જોઈ મારી ખુશી મારી નગરીના લોકો પણ દંગ છે,


નાચે મારું તન, હૈયે જાજો ઉમંગ છે,

જો તારા પ્રેમનો કેવો આ રંગ છે !


આ ધરા પણ જન્નતનો અહેસાસ આપે છે,

જોને હૈયે ઊઠ્યા કેવા ખુશીના તરંગ છે !


હારની બીક નથી મને, જીતનો જશ્ન મનાવું તારા સંગે,

ભલે ને આ જિંદગી અઘરો જંગ છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance