STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

તારા પ્રેમમાં પાગલ

તારા પ્રેમમાં પાગલ

1 min
26

જોઈ તારું સુંદર મુખડું રચાઈ નઝમ છે,

તને મેળવવા કાજ મે તોડી બધી રસમ છે.


આમ તો હૈયે થયા ઘણા ઝખમ છે,

પણ તુજ ઘાયલ હૈયાનો મરહમ છે.


તારા સાથ વિના કંઈ મૂલ્ય નથી જીવનનું,

બસ તને મેળવવી એજ જીવનનો મરમ છે.


મારા રૂહનો એક એક કતરો ચાહે છે તને,

ભલે ને મારાથી અલગ તારું જીસ્મ છે.


ભલે ને લાખોની ભીડમાં હોય મારું તન,

પણ તોયે તને શોધે મારું મન પ્રથમ છે.


તું મને મળે કે ના મળે નસીબની વાત છે,

પણ સદા તને ચાહતું રહેવું એજ ધરમ છે.


માત્ર હું જ તને ચાહું છું એવું નથી હો,

જોને! તારા પ્રેમમાં પાગલ આ મારી કલમ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance