તારા મારા દિલની વાતો,
તારા મારા દિલની વાતો,


તારા મારા દિલની વાતો,
કરવી આજે છાની વાતો,
તારું હાસ્ય જોઈ થાતું,
કરવી ક્યાંથી કડવી વાતો,
ગુસ્સો છે જો તડકા જેવો,
ઠંડો પડતાં થાશે વાતો,
મૌન ધારી બેઠાં છીએ,
તો યે થાશે આજે વાતો,
હું ને તું જો ભૂલી જાશું,
કરશે જોને આંખો વાતો,
તારી મારી ચૂપકીદીની,
વા'ની સાથે જાશે વાતો.