તારા જીવનને આપ નવો આકાર
તારા જીવનને આપ નવો આકાર
જીવન છે એક ખેલ,
કર્મના બેટથી તું ખેલ,
હારીશ તો અનુભવ મળશે,
જીતીશ તો પ્રેરણા અને વાહ વાહી,
ભલે મળે હાર કે જીત પણ રાખી હિંમત
ખેલ જીવનનો અદભુત ખેલ,
જરા જોશ ધરી હૈયે હામ રાખી,
મારા તું ગેંદ ને ફટકાર,
લાગી જશે સિકસર
બેડો થઈ જશે પાર,
બસ હૈયે રાખ શ્રદ્ધા અપાર,
આપી જબરદસ્ત ફટકાર,
તારા જીવનને આપ નવો આકાર,
કર્મના બેટથી કોઈની જીવનની કેડી તું કંડાર,
સુખોથી તેનું હૈયું શણગાર
દુઆ લોકોની લઈ આવશે તારા જીવનમાં સુખોની વણઝાર,
તારી જિંદગી બની જશે ગુલઝાર.
