STORYMIRROR

nidhi nihan

Inspirational

4  

nidhi nihan

Inspirational

સ્વર્ગ

સ્વર્ગ

1 min
397

જ્યાં મોજ પડે તે સ્વર્ગ જ્યાં મન મળે તે સ્વર્ગ,

કોઈ વ્યાખ્યા ના હોય જ્યાં હૈયુ પલળે તે સ્વર્ગ.


અનંત આકાશી મોકળાશ બંધનોની ના ઝંઝાળ,

પાંખો લગાવી ઉડતા સ્વપ્ને મંઝીલ ફળે તે સ્વર્ગ.


નિસાસાની ના હો નાવ કે ના દુ:ખો સમા દરિયા,

સમરસ સુખોના અવિરત પ્રવાહ ભળે તે સ્વર્ગ.


પોતિકાપણુ જગાડે દેખીને લાગણીઓ છલકાવે,

ના હોય ખાસ પાસે તો જીવન પણ કળે તે સ્વર્ગ.


બ્રહ્માંડ તણુ હો સત ના શોધ્યે મળતું જરાય વખ,

સાંજ બે મીઠા વેણેય જ્યાં આંતરડી ઠરે તે સ્વર્ગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational