સ્વપ્ન સાકાર
સ્વપ્ન સાકાર
કેવો છે શોખ ને કેવી છે મહેનત,
સ્વપ્ન પૂરા કરવા કરે છે મહેનત,
કોઈ ને શોખ ડ્રોઈંગ કામ કરવાનો,
નીત નવા ચિત્રો રંગીન દોરવાનો,
કોઈ ને શોખ શિલ્પકલાનો,
માટીના વાસણો ને પૂતળા બનાવવાનો,
સ્વપ્ન ને એવા સાકાર કરવાનો,
ધાતુના શિલ્પોને આકાર દેવાનો,
નવું નવું શીખવા મહેનત કરે છે,
આજનું જનરેશન બુદ્ધિશાળી બને છે,
કોઈ ને શોખ રિચર્ચ કરવાનો,
કિલ્લાઓ અને ગુફાઓ જોવાનો,
હીરા માણેક ને ખજાનો શોધવાનો,
નીત નવા પ્રયોગો, ને ધન સંપત્તિ મેળવવાનો,
કેવો છે શોખ ને કરે છે મહેનત,
સ્વપ્ન પૂરા કરવા, કેવી કરે મહેનત !
