STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

સ્વમાન

સ્વમાન

1 min
371

ન માન ઈચ્છીએ કોઈથી, ન કોઈનું અપમાન કરીએ,
બસ ગમે તેમ કરી આપણા સ્વમાનનું જતન કરીએ !

કહે કડવા વેણ કોઈ તો સમજો એ સમસ્યા એની,
આપણે સ્વામાન ભેર બસ આપણું જતન કરીએ !

કોઈ લખે છાંદસ ને કોઈ લખે અછાંદસ મોજ એની,
ભાવમાં ડૂબી માતૃભાષાના સ્વમાનનું જતન કરીએ !

છે હીનગ્રંથીનો જન્મદાતા રાજમાર્ગ સદા હરિફાઈનો,
આપણે એકલતાની કેડીના સ્વમાનનું જતન કરીએ !

કોઈ ધ્યાન આપે કે ન આપે, રહીએ ઉદાસીન એ થકી,
ને ભીતર તરફ વાળી જાતને સ્વમાનનું જતન કરીએ !

એક એક કદમ ભરીએ સાવચેતીથી "પરમ" રાહ પર,
"પાગલ" થઈ આગળ વધી સ્વામાનનું જતન કરીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational