સ્વીકાર
સ્વીકાર
લિંગથી સમાન ભલે પણ અમારા છે અરમાન;
પ્રેમની નિર્મળતા મનમાં જીવંત રાખી મહાન ...!
પામીને એકમેકનો સાથ તોડી બંધન તમામ;
જગ મહીં જીવી જાશું રહીને કરશું એવા કામ...!
સ્ત્રી સંગે સ્ત્રી વિવાહિત ઝંખે જીવનમાં મુકામ;
સ્વીકાર થવાની શક્યતાઓ જગાડી મનમાં હામ...!
આતંક ઊઠશે બળવાનો કહેર ભલે વર્તાવી તમામ;
સહજ તનની સાથે લાવી જીવતા થાશું સમાન....!
સમયના વહેણમાં વીતી જાગે કઠોર બધા સંગ્રામ;
'ગે'ના અધિકારનો સહજ સ્વીકાર થયો શહેર ને ગામ...!
