સ્વીકાર
સ્વીકાર
જીવ્યો છું ભરપૂર, ને લૂંટયો છે આનંદ પણ,
શીખ્યો છું હરેક વખતે, હતી તકલીફો,તો પણ,
પૂર્ણ નથી હું, ખામીઓ પણ છે ઘણી મારી,
છતાં, અવગણીને એને, વધ્યો છું આગળ પણ,
એવું નથી કે હંમેશા માંગ્યુંજ મળ્યું છે મને,
સ્વીકારીને જે મળ્યું છે અપનાવ્યુ એને પણ,
છૂટી ગયું છે ઘણું સમયની સાથે, કઈ નહિ,
મીઠી જ યાદો સાચવી છે 'નિપુર્ણ' એની પણ.