સ્વીકાર કરજે ઈશ્વર
સ્વીકાર કરજે ઈશ્વર
ફૂલોનો આખો બાગના આપી શકું,
તું મારા મહેકતા ફૂલ નો સ્વીકાર કરજે,
જીવન ડગરપર ચાલતા ભટકી જવાય તો
મારી ક્ષતિઓનો તું સ્વીકાર કરજે,
જીવન સફર માં કરેલા સંકલ્પો રહી જાય
જો અપૂર્ણ,
તો મારી મર્યાદાનો તું સ્વીકાર કરજે,
જીવન રૂપીજંગમાં ક્યારેક હારીને થાકી જાવ
ત્યારે મારી અપૂર્ણતાનો તું સ્વીકાર કરજે,
હું માનવી ક્યારેક રાહ ભટકી જાઉં,
ક્યારેક તને ભૂલી જાઉં,
ક્યારેક તને આપેલા વચનોને ભૂલી જાઉં,
ત્યારે તું મારી નબળાઈનો સ્વીકાર કરજે.
