STORYMIRROR

KANAKSINH THAKOR

Children

4  

KANAKSINH THAKOR

Children

સ્વેટરનું  ગીત

સ્વેટરનું  ગીત

1 min
244

નવેમ્બર,ડિસેમ્બર આવ્યો

ઠંડીબેનનું વધ્યુ જોર

સ્વેટર, ટોપીની વધી માંગ

ઠંડી પડી છે ચારેકોર


સ્વેટર કહેતું ઠંડીબેનને

મારા વગર ના ચાલે

મારી જરૂર પડે બધાને

સૌ ખરીદશે મને કાલે


બાળકોતો મને જોઈને 

કેવા થઈ જાય રાજી?

બજારમાં ટોપી, મફલરથી

હું વધારે મારીશ બાજી   


બજારમાં વેચાયા સ્વેટર  

સ્વેટરને આનંદનો નૈ પાર

મનમાં મલકાતું ,હરખાતુ

લઈ જાવો તમે બે ચાર


મફલર ટોપી આ જોઈને 

મનમાં ને મનમાં ખીજાયા 

સૌ સ્વેટરને કરે છે પસંદ

આપણાથી કેમ સૌ રીસાયા ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children