સવાર
સવાર
સવાર થાય છે ને પક્ષીના કલરવમાં
તારો અવાજ સાંભળવા માંગુ છે
સ્નાન કરતા પાણી સાથે
તારા સ્પર્શને મહેસુસ કરવા માંગુ છું
ભગવાનના દર્શન
તારી સાથે કરવા માંગુ છું
ચા સાથે તારી આંખોમાં
મીઠાશ બની ઓગાળવા માંગુ છું
હર ક્ષણ બસ તારી જ મીરા બની
નામ જપવા માંગુ છું
સવાર તો થાય છે ને સાંજ પછી પણ
ફરી સવાર થવાની રાહ જોઉં છું
હા હું તારી જ સાથે
સવાર થવાની રાહ જોઉં છું
સવાર થાય છે ને પક્ષીના કલરવમાં
તારો અવાજ સાંભળવા માંગુ છે

