STORYMIRROR

Nana Mohammedamin

Inspirational

4  

Nana Mohammedamin

Inspirational

સવાલ થઈ ગયો

સવાલ થઈ ગયો

1 min
352

જિંદગીને જાત ઉપર અભાવ થઈ ગયો, 

ને એનાં, હોવાપણાંનો એને, સવાલ થઈ ગયો !


પથ્થરોની પૂજાનો વ્યાપ વધી ગયો,

ને મૂર્તિને એનાં અસ્તિત્વ પર, સવાલ થઈ ગયો !


અત્તરની ખુશ્બુનો, વપરાશ વધી ગયો, 

ને ફૂલોને, એમની સુગંધ પર, સવાલ થઈ ગયો ! 


સંબંધ આજ, મોબાઈલથી સચવાતો થઈ ગયો, 

ને સગપણને એની વ્યાખ્યા પર, સવાલ થઈ ગયો !


લાગણી-ભાવ ઇમોજીઓમાં કેદ થઈ ગયો,

ને હૃદયને એનાં ધડકવા પર, સવાલ થઈ ગયો !


બનાવટી લોકોનો ચમત્કાર વધી ગયો,

ને ખુદ ઇન્સાનને ઈન્સાન પર, સવાલ થઈ ગયો !


ઘડી બે ઘડી, જિદગીમાં રંગ આવી ગયો, 

ને "નાના"ને ખુદ જિંદગી પર, સવાલ થઈ ગયો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational