Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.0  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

સુણો અમન નાદ

સુણો અમન નાદ

1 min
148


જોઈ જ ખૂબ જગતે ભય ત્રાસ હિંસા

કંપે હવે બહુ જ માનવતા બિચારી,

 

આવ્યું જ એક સપનું મુજને સવારે

નક્કી જ કૌવત ઝળહળશે ધરાએ,

 

કોઈ જ લાલ તપશે રવિ રે સરીખો

ધાશે નભે મધુર મેઘ જ ભાગ્ય થાવા,

 

આવો સુણો અમન નાદ ઊઠે જ હૈયે

જાશે જ આ વિપદ રાત વિતી અઘોરી,

 

તોલે વિધી બધું બરોબર ત્રાજવે તો

લોભે જ જાય લખણો સમજો સવેળા,

 

જોમ ધરી પરહિતે રમજો જ રાજા

સત્ય જ બે ગજ જમીન જ અંતવેળા.


Rate this content
Log in