Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Romance

3  

Dr.Riddhi Mehta

Romance

સુની આંખોની કોર

સુની આંખોની કોર

1 min
400


એક કાળજું કરે કંપન હૈયે,

દિલડું મારૂં રમે તારી અંદર,

હદય મારૂં ઝંખે સદાય તને,

ચાહે સમીપ પ્રેમની વરસાદ,

પ્રેમ આપે જીવનની ચાહ !


મારાં રોમરોમમાં તું જ વસે,

તને જોતાં દિલને મળે રાહત,

તને જોઈ શ્વાસ મારો થંભે,

વિશ્વાસનો તું એક પર્યાય,

પ્રેમ આપે જીવનની ચાહ !


નયનો હવે સુનું ડુસકુ ભરે,

આંખોની કોર ભીંજે રોજ,

તારાં વિના જિંદગી ન કલ્પે,

હદયનો તું જ એક થડકાર,

પ્રેમ આપે જીવનની ચાહ !


Rate this content
Log in